જીવન અંજલિ થાજો !-ગુજરાતી પ્રાથના જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ થાજો ! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો ! મારું જીવન અંજલિ થાજો ! વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો ! મારું જીવન અંજલિ થાજો ! વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો ! મારું જીવન અંજલિ થાજો ! – કરસનદાસ માણેક
Posts
Showing posts from March, 2021